નવો કાર્યક્રમ
મુખ્ય મુદ્દા
વિડીઓ ચેનલ
અમારુ લક્ષ્ય...
અમારા દુઃખના ભુતકાળ અનુભવેલા હજી પણ ભુલાતા નથી તેથી જ હાલના વર્તમાન સમયમાં પણ ત્યાગ, વૈરાગ્ય, જ્ઞાન, સમજણથી માતૃપિતૃ ભક્તિ સધ્ધિ કરીને ગરીબ, ગાય, બ્રામ્હણ, અતિથી તથા વૃધ્ધો અને દુઃખીજનો ઉપર દયા આવે છે. અને એજ સેવા કરવાનો અવસર મને મળ્યો છે. તેજ હું દિન દયાળુઅઓને આશીવાર્દ તથા ભગવાનની અનન્ય કૃપા માનું છું

એટલેજ હેતુથીઃ-
એક ભવ્ય વિષ્ણુ, શિવ, પાર્વતીજી, ગણપતીજી અને સુર્યનારાયાણ એમ પંચદેવ નૂતન મંદિર જે ભગવાન સુધી પહોંચવાનું ઉત્તમ માધ્યમ છે તે બનાવવાનું છે.

'અન્નક્ષેત્ર' જ્યાં કોઇપણ અન્નાર્થીને ધર્મ, કર્મ, વર્ણ ના ભેદ વગર ભોજન મળી રહે તેવું કરવું છે.

સુંદર મજાની નવ્ય ભ્વ્ય ગૌશાળા, ગાયમાતાજીનુ મંદિર જેમાં ગાય માતાજી સારી સુવીધાથી રહી શકે તેવું બનાવવાનું પૂર્ણપણે આયોજન છે. ( જ્યાં ગૌમાતા માટે બારેમાસ લીલોતરી મળી જ રહે અને પ્રદુષણથી દૂર જયાં ગૌમાતાની  પૂર્ણપણે  કળજી લેવાય તેમજ તેમના મુલ્ય અને ધર્મની રક્ષા કરવાનું સમાજને પૂર્ણપણે જ્ઞાન મળી રહે.)

એક નવ્ય ભવ્ય નૂતન વૃધ્ધાશ્રમ (વૃધ્ધોનું મંદિર ) સર્વ સુવિધાયુક્ત બનશે. ( જેમા પાછલી જીંદગીમાં રહેલી ચિંતાઓથી દુર, વિચારોને શુધ્ધ રાખે તેવું વાતાવરણ, આજની દોડભાગવાળી જીંદગીથી દૂર, કેવળ જયાં શાંતિ જ હોય અને આવનાર જીંદગીના સુખ માટે નવો પુલ બંધાય જેથી ન રહે અન્ય લાલસા. રહે તો કેવળ આ ઉત્તરાર્ધ જીંદગી માણવાનો પૂર્ણ ઉત્સાહ અને ઉલ્લાસ )

સુંદર મજાનું દવાખાનું પણ બનાવવું છે. (જયા ઉપચારની કિંમત છે પણ લાભ નથી મળતો. તેથી આ શરીરની સાચવણી માટે ચોવીસે કલાક યોગ્ય ઉપચાર તેમજ ઉપચારની વ્યવસ્થા સામાન્યતઃ માનવને પણ મળી રહે.)
શ્રી પંચદેવ સ્વામિનારાયણ મંદીર
મુ. ઘલુડી, વાયા- સાયણ, તા. કામરેજ, જી. સુરત.
ફોન ન - ૦૨૬૨૧ ૨૪૨૮૨૬
આટલુ કરો...


ઇમેલ દર્શન

ઇમેલ એડ્રેસ