મંદિર
સનાતન હિંદુ ધર્મનો એવો મત છે કે ભારતીય આર્ય નાગરિક કેવો હોવો જોઇએ ? તો જ પ્રથમ પહેલા પોતાની માતૃભક્તિ અને પિતૃભક્તિને સિધ્ધ કરે. પછી ગૌમાતાની સેવા અને રક્ષા કરે. ત્યાર બાદ તે કોઇપણ દેવ, દેવી ધર્મ કે ભગવાનને માનવા કે દર્શન કરવાને અધિકારી બને છે તે પહેલા તેને કોઇપણ અધિકાર નથી. સાચો ધર્મ તે છે કે આપણે એવીરીતે માનવતાથી જીવવું જોઇએ, વર્તવુ જોઇએ, બોલવું જોઇએ, કે કોઇપણ જીવ પ્રાણીમાત્રને દુઃખ ન પહોંચે, તેની આંખમાંથી આંસુ ન પડે. આવી રીતે જીવનારો માનવી જીવદયા ધર્મ પ્રેમી ભક્ત કહેવાય. આવા ભક્ત એકવખત દેવદર્શન, માળા, વ્રત જપ, તપ, તીર્થ, દાન કાંઇ જ નહિં કરે તો ચાલી જશે. આટલું કરવા છતાં પણ ઘણાં લોકો અનેક જીવોને એવું બોલી, એવું વર્તન કરીને દુઃખી કરતા હોય છે. તેના કરતા કોઇપણ ધર્મડોળ ન કરવા સારા. અમારા ગુરુજી બ્રહ્મલીન પ.પૂ શ્રી ડોંગરેજી મહારાજના શબ્દમાં કહું કે તેઓ પોતાની અમૃતવાણીમાં હર હંમેશ કહેતા, "વ્રત, જપ, તપ, દાન, પુણ્ય દેવદર્શન કાંઇ જ નહિ કરો તો એક વખત ચાલશે, પણ નવા પાપ ને તો જન્મ ક્યારેય ન અપતા. પાપ નહિં કરોને તો તે ભજન ભક્તિ સમાન જ છે."


શ્રી પંચદેવ સ્વામિનારાયણ મંદીર
મુ. ઘલુડી, વાયા- સાયણ, તા. કામરેજ, જી. સુરત.
ફોન ન - ૦૨૬૨૧ ૨૪૨૮૨૬
આટલુ કરો...


ઇમેલ દર્શન

ઇમેલ એડ્રેસ