અગત્યની સુચના
નીચે પ્રમાણેની સુચના વાંચો તથા તેના પર અમલ થાય તોજ મંદિરમાંથી સ્વયંસેવક પાસેથી નંબર લઇ ગુરુજી પાસે જવું

(૧) ગુરુજી પાસે પરવાનગી વગર કે નંબર લીધા વગર જવુ નહીં.

(૨) ગુરુજી ફક્ત ને ફક્ત શનિવારે જ મળશે. સમય સવારે ૯ વાગ્યાથી.

(૩) ચામડાની કોઇપણ વસ્તુઓ, પાકીટ, પટ્ટો, મોબાઇલ અંદર જતા પહેલા કોઇ અજાણી વ્યક્તિને ન અપતા પોતાની જવાબદાર વ્યક્તિ ને જ આપવું અંદર જતા પહેલા મોજાં ઉતારી નાંખવા તેમજ તમારું બહુ સારું લાંબુ પેન્ટ હોય તો તેને ઉચે ચઢાવીને હાથપગ ધોઇને ગુરુજી પાસે જવું.

(૪) શ્રી હનુમાનજી મહારાજ આગળ સર્વ પ્રકારનું દુઃખ જો મટાડવું જ હોય તો સર્વ શ્રધ્ધાળું ભાવિક ભક્ત જનોને ખાસ જણાવવાનું કે જે કોઇપણ અભક્ષ (માંસાહાર) ખાતા-પીતા હોય તો તેઓએ તે છોડી દેવું પડશે તોજ શ્રી હનુમાનજીની પૂજા સ્વીકારાશે. (જીવો અને જીવવા દયો)

(૫) મંદિરમાં ભગવાનના ચરણોમાં અથવા પૂજારીને તથા કોઇપણ કર્મચારી સ્ટાફ સભ્યોને રુપિયા, પૈસા, દાન કે ભેટ સૌગાદ આપવી નહી તથા ગુરુજી પાસે પણ કંઇ જ મૂકવું નહીં.

(૬) આપની દાન કે ભેટ દેવાની ઇચ્છા હોય તો મંદિરના ગલ્લામાં પોતાના હાથે જ પધરાવવી કાં તો પછી ગૌશાળા કે મંદિરની પાકી રજીસ્ટર નંબર વાળી પાવતી ફડાવી લેવી.

(૭) બહેનોએ શનિવારના પાઠ સંબંધે એકલા આવવું નહીં. કોઇપણ વડીલ પુરુષો કે દીકરાને લઇનેજ આવવું. ગુરુજી ફક્ત જે તે સંબંધી પુરુષોને જ મળશે પણ સ્ત્રીઓને તો મુલાકાત મળશે જ નહીં.

(૮) પોતાના કોઇપણ પ્રકારના સ્વાર્થ પ્રાપ્તિ માટે કોઇપણ પ્રકારની ખોટી માનતા, બાધા લેવી નહી. કારણકે પ્રભુ સર્વને કર્માનુસારે ફળ આપે જ છે. પ્રભુ કર્મફળ પ્રદાતા છે.

(૯) પ્રેમપ્રકરણ, વશિકરણ કે છુટાછેડા (ફારગતી) જેવા પ્રશ્ર્નો અહીં લાવવા નહીં. આવા પ્રશ્ર્નો અહીં સાંભળવામાં પણ આવશે નહીં. તેની ખાસ નોંધ લેવી.

શ્રી પંચદેવ સ્વામિનારાયણ મંદીર
મુ. ઘલુડી, વાયા- સાયણ, તા. કામરેજ, જી. સુરત.
ફોન ન - ૦૨૬૨૧ ૨૪૨૮૨૬
આટલુ કરો...


ઇમેલ દર્શન

ઇમેલ એડ્રેસ