પૂજા વિધી
દર શનિવારે શ્રી હનુમાનજી મહારાજ ઉપર, નીચે પ્રમાણેની સામગ્રીઓ ચઢાવવી
આશરે ૫૦ ગ્રામ તલનું તેલ એમાં આશરે ૧૦ ગ્રામ જેટલા કાળા અડદ અને ચપટી સિંદૂર તથા કોઇપણ જાતનો તાંબાનો એક પૈસો, અને જો પૈસો ન મળે તો તાંબાના તારનો એક ટુકડો, સાત ગોળની નાની ગોળ ગાંગડીઓ. આટલી વસ્તુઓ મિક્સ કરી ચાર શનિવાર સુધી કોઇપણ હનુમાનજીના મંદિરે ચઢાવવું પરંતુ પાંચમાં શનિવારે ઘલુડી આવીનેજ  હનુમાનજીએ ચઢાવવું.

ત્યારબાદઃ આંકડાના ફુલની માળા બનાવી શ્રી હનુમાનજી મહારાજને પહેરાવવી. તા.ક. એક ટાઇમ જમી  શનિવારનો ઉપવાસ યથાશક્તિ શ્રદ્રા હોય તો કરવો શ્રેષ્ઠ છે. એક વખત જયારે જમવા બેસો ત્યારે પ્રથમ કાળા અડદનો એક દાણો ગળી જેવો પછી જ જમવાનું શરું કરવું.

દર શનિવારે શ્રી શનિદેવ મહારાજ ઉપર, નીચે પ્રમાણેની સામગ્રીઓ ચઢાવવી
આશરે ૫૦ ગ્રામ રાયનું તેલ એમાં આશરે ૧૦ ગ્રામ જેટલા કાળા અડદ મિક્સ કરી ચઢાવવા.
ત્યારબાદઃ આશરે ૧૦ ગ્રામ કાળા તલ, ૫૦ ગ્રામ ગાંગડીયું કાળુ મીઠું (સિંધવ), શનિદેવ મહારાજના ચરણોમાં મુકી દેવું
ત્યારબાદઃ શનિદેવ મહારાજની પ્રસન્નતા માટે કાળા ઉનના દોરામાં ૨૧ લવીંગનો હાર બનાવીને શનિદેવ મહારાજને પહેરાવવો.

માંછલીઓને ખવડાવવાનું સતકર્મ
કોઇપણ જ્ગ્યાએ નદી, કુવો સરોવર જ્યાં માંછલીઓ હોય ત્યાં જવું સાથે બ્રેડ, બિસ્કીટ, પાંઉ, લોટની નાની જીણી ગોળીઓ જે કંઇ માંછલીઓ ખાતી હોય તેવી વસ્તુ લઇ આ પ્રમાણેનો મંત્ર
ॐ नमह शिवाय ह्रिं महालक्ष्मै नमह स्वाहा ॥
બોલતા જવું અને માંછલીઓને ખવડાવતા જવું.
આ રીતેનું કાર્ય તમારે હાથે ૫ થી ૭ વખત કરવું. ક્યારે અને ક્યા વારે કરવું તે નક્કી નહીં. જ્યારે સમય મળે ત્યારે આ પ્રમાણે કરવું જેટલી વખત વધારે કરશો એટલું વધારે સારું.
માછલીઓને ખવડાવવાથી ગયેલી સમૃધ્ધિ પાછી મળે છે.

હનુમાનજીની ચોકી બાંધવાની વિધી
લાલ કપડાની ચોકી ઘરના મેઇન દરવાજામાં અંદરના ભાગમાં બારસાંખે ઉપરની બાજુ એ કોઇપણ જગ્યાએ બાંધી દેવી. ગ્રીલ હોય અથવા સળીયાની જાળી હોય તો પણ ચાલે ત્યાં પણ બાંધી શકાય છે. નહીં તો પછી ખીલી લગાવીને પણ બાંધી શકાય છે. સાથો સાથ પાઠ કરવા ચોપડી પણ આપી છે જેમાં શ્રી હનુમાન વડવાનલ સ્તોત્રનો પાઠ દિવસમાં એક વખત ફરજીયાત કરવો. બાકી ટાઇમ મળે તેમ જેટલી વખત વધારે વંચાય એટલું વધારે સારું. સાથે નાની પડીકી આપેલી છે. તેને તમારા ખીસામાં અથવા પાકીટ કે પર્સમાં સંભાળીને મુકી રાખવી.
(પડીકી જે તેલવાળું સિંદૂર છે. તે સિંદૂર તમારા ઘરના મેઇન દરવાજાની બારસખ ઉપર બહારની સાઇડ, વચમાં અથવા આજુ બાજુ ચોંટાડી દેવી.)

શ્રીફળ માટેની વિધી

જે કોઇ વ્યક્તિને તકલીફ હોય તેમણે રવિવારના દિવસે આપેલા શ્રીફળમાંથી કોઇપણ એક શ્રીફળ લઇ કોઇપણ માતાજી ના મંદિરે જવું, ત્યાં જઇ માતાજીની સામે બેસી જેવી આવડે તેવી કરગરીને જે કાંઇ મનોરથ હોય અથવા જે કાંઇ તકલીફ હોય તે માટેની પ્રાર્થના કરવી અને તે શ્રીફળને માતાજીના મંદિરમાં રમતુ મૂકી દેવું.
હવે બીજુ  જે શ્રીફળ છે તેને સોમવાર ના દિવસે મહાદેવજીના મંદિરે જઇ શ્રીફળ હાથ માં રાખી મહાદેવજીને પોતાના જે કાંઇ મનોરથ હોય અથવા તકલીફ હોય તે અંગેની કરગરી ને પ્રાર્થના કરવી. ત્યારબાદ શ્રીફળને મહાદેવજીના મંદિર માં રમતું મુકી દેવું.
આ વિધી એક જ વખત કરવાની છે. બીજી વખત કરવાની નથી.
જે આપેલું માતાજીનું શ્રીફળ છે તેને અને બીજા એક શ્રીફળને સાથે લઇને કોઇપણ માતાજીના મંદિરે જવું. ત્યાં જઇ પ્રાર્થના કરવી કે હે મારી કુળદેવી તમો જે કોઇ છો તે મારા ઘરે પ્રેમથી પધારજો અને મારી આઘી, વ્યાધી અને ઉપાધીને મટાડજો. અમોને સુખ શાંતિ અને બરકત આપજો એમ બોલી ચુંદડીવાળું શ્રીફળ ઘરે લાવી એક તાંબાના લોટામાં ચોખા ભરી ખુલ્લો ભાગ ઉપર રાખી સ્થાપન કરી દેવું. અને રોજ સવાર સાંજ તે શ્રીફળ આગળ દીવો કરી પગે લાગવું.

કીડીયારુ દબાવાની વિધી
આ જે કીડીયારુ ભરવા માટે આપેલો શ્રીફ્ળ નો ગોટો છે તેમાં ખાંડનું બુરું તથા ચોખાની કણકી ભરેલી છે. હવે જે કોઇ માણસને તકલીફ હોય તેમના માથેથી આ શ્રીફળનો ગોટો સાત વખત ઉતારીને જયાં કીડી વધારે હોય તે જગ્યાએ જવું અને નાનો સરખો ખાડો કરી આ ગોટો દબાવી દેવો. ગોટોનો ઉપર નો ભાગ ત્રણ આંખવાળો જમીન ઉપર દેખાતો રાખવો. બાકીનો ગોટો જમીનમાં દબાવી દેવો. જેટલું વધારે કીડી આ ગોટામાંની વસ્તુઓ ખાશે તેટલું વધારે સરું થશે અને કાર્ય જલ્દી પરિપુર્ણ થશે.

ભસ્મની પડીકી ફુંકવાની રીત
પડીકીમાં જે ભસ્મ આપેલી છે. તેને ઘરની અંદર દરવાજા પાસે ઉભા રહી મુખ બહાર તરફ રાખી ભસ્મને હાથમાં લઇ હનુમાનજીનું નામ દઇને જોરથી ફુંક મારવી

જળ તથા ગૌમુત્ર કેવી રીતે લેવું
આ હનુમાનજીનું પાણી એક શુધ્ધ બોટલમાં ભરી લેવું, અને તેમાં બીજુ શુધ્ધ ગાળેલું પાણી ઉમેરી બાટલો ભરી દેવો અને આ જે ગૌમુત્ર છે તે એક કાચની શિશિમાં ભરી લેવું.
હવે હનુમાનજીનું જળ એક વાટકીમાં અથવા ગ્લાસમાં થોડુક લેવું અને તેમાં મોટા વ્યક્તિ ને પીવા માટે ગૌમુત્રના પાંચ ટીપા ઉમેરીને દિવસમાં જેટલી વખત પીવાય તેટલી વખત પીવું વધારે વખત પીવાય એટ્લું વધારે સારું. કેટલી વખત પીવું તેનો કોઇ નિયમ બંધન નથી. નાના બાળકોને પીવા માટે પ્રસાદીના જળમાં ગૌમુત્રનું એક જ ટીપુ નાંખીને પીવડાવવું. હવે બોટલનું પાણી જેમ જેમ વપરાય જેમ જેમ ઓછું થાય તેમ તેમ નવું શુધ્ધ ગાળેલું પાણી ઉમેરતા રહેવું પણ જળ ખુટવા દેવું નહી.

લગ્ન સબંધ ન થતા હોય તેવા ભાઇઓ તથા બહેનોએ
રવિવારે સવારે ૮ થી ૧૧ સુધીમાં જ આવવું અને શિવ મંદિરના પૂજારી સંજય મહારાજને મળવું તેઓને પૂજારી લગ્ન સબંધ વહેલી તકે થઇ જાય તે માટેની ટેક લેવડાવશે. લગ્ન સબંધ માટેની ટેક લેવા માટેનું સાહિત્ય મંદિરનાં કાર્યાલયમાંથી જ મળી રહેશે.

સંતાન પ્રાપ્તી માટે આવનાર ભક્તો માટે
પતિ પત્ની બંનેએ સાથે સોમવારે સવારે ૮ થી ૧૧ સુધીમાં જ આવવું. સાથે બે નંગ સારા કોઇ પણ જગ્યાએથી ખબાર સડેલા ન હોય તેવા સફરજન લઇ આવવા અને શિવ મંદિરના પૂજારી સંજય મહારાજને મળવું. તેઓને પૂજારી સંતાન પ્રાપ્તી માટેની ટેક લેવડાવશે તથા મહાદેવજીની પ્રસાદી રુપે ફળ આપશે તે બહેનોએ ત્યાંજ બેસીને મહાદેવજીની સામે જોતા જોતા ખાઇ જવું.

પિતૃના શ્રીફળ સ્થાપન કરવાની વિધી
પિતૃનું સ્થાપન કરતા પહેલા ભક્તોને ખાસ સૂચનાઃ માસ ધર્મ સમયે બહેનોએ અવશ્ય પાળવાનું રહેશે. કરણકે ચૂલો તથા પાણિયારે પિતૃનો વાસ હોય છે. આ જેતે નિયમો નહિ પાળો તો પિતૃ સ્થાપનનું ફળ મળશે નહિ. આ શરત જો મંજુર હોય તોજ પિતૃસ્થાપન માટેનું શ્રીફળ લઇ જવું.
વિધીઃ
જે શ્રીફળ આપ્યું છે તેને ઘરે લઇ જઇને ઘરના દરેક સભ્યોને બેસાડીને દરેકના માથેથી પાંચ વખત શ્રીફળ ઉતારવું પછી ઉતારનાર પોતાની ઉપરથી પાંચ વખત શ્રીફળ ઉતારવું પછી ઉતારનાર પોતાની ઉપરથી પાંચ વખત ઉતારી લે, કોઇ હાજર ના હોય તો નહિ ઉતારાય તો પણ ચાલે ત્યારબાદ પાણીયારા ઉપર અથાવા નીચે ગમે ત્યાં વ્યવસ્થિત તથા સુરક્ષિત જગ્યાએ શ્રીફળ લાલ કપડા ઉપર સ્થાપન કરવું. પછી પાણીયારે દીવો કરી પ્રાર્થાના કરવી કે હે પિતૃપૂવર્જ દેવો તેમો જે હોય તે નવા અથવા જૂના કોઇપણ પિતૃદેવો ભગવાનની આજ્ઞાથી આ શ્રીફળમાં સુખ શાંતિથી બીરાજો અને અમારા કુટુંબ પરિવારની લીલીવાડી કરો અને સુખ શાંતિ આપો. અમો તમારો ચાણેદ જઇ ઉદ્રાર કરવડાવીશું એવી પ્રાર્થના કરી સ્થાપના કરવી. દરરોજ સવારે ન્હાઇ ધોઇને ઘરનું કોઇપણ સભ્ય દીવો કરે અને સાંજે હાથ-પગ ધોઇને દીવો કરે. બીજું કે ઘરમાં કોઇપણ ટાઇમ પર હોય તે દિવસથી પાંચ દિવસ સુધી પૂજા પાઠ અને દીવો બંધ રાખવો. બીજું કે તમોને જેવું જેટલું કુટુંબ પરિવાર તથા સગા સબંધીનું જેવું જેટલું સુતક જન્મ તથા મરણનું લાગતું હોય તે પ્રમાણે તેટલા દિવસ સુતક પાળવું.

શ્રી પંચદેવ સ્વામિનારાયણ મંદીર
મુ. ઘલુડી, વાયા- સાયણ, તા. કામરેજ, જી. સુરત.
ફોન ન - ૦૨૬૨૧ ૨૪૨૮૨૬
આટલુ કરો...


ઇમેલ દર્શન

ઇમેલ એડ્રેસ