ગૌમાતા
"અબોલ જેવો કરે પુકાર અમને બચાવો હે નરનાર"
ગૌ સેવા એ જ રાષ્ટ્ર સેવા છે.
(પ.પૂ. ડોંગરેજી મહારાજ)

ઘોર કળયુગમાં કસાઇખાને જઇ કપાતી ગાયો ચિત્કાર કરે છે

નિરાશ્રીત ગૌમાતા કે જેનો ઉપયોગ કર્યા પછી રસ્તે રખડતી, રજળતી, ત્યજી દીધેલી, આંધળી, અપંગ, રોગીષ્ટ, ગાયોની જનેતાની પેઠે સેવા કરવી.

હે વીર પ્રભુના વીર સંતોનો અમો નિરાધાર અબોલ પશુઓ શુ કથની કહીએ ? ઘાસ ખાઇને તમને દૂધ આપ્યું. અમારા માથે વજન ઉચકી માલ સામાનની હેરાફેરી કરી આપી.... ભર તડકે ખેતરો ખેડી આપ્યા...ઘર અને આંગણાના લીંપણમાં અમો કામ લાગ્યા... ગૌમુત્રથી ઔષધીઓ બનાવવામાં ઉપયોગી બન્યા. આજે જ્યારે અશક્ત બન્યા છીએ ત્યારે શું અમો કસાઇના કાતિલ છરાના ભોગ બનશું? ના... ના... ઓ દયાવાન દાતારો બચાવો.... બચાવો... હજી અમારું પુણ્ય જાગતું છે તેથી જ આ સંસ્થામાં આવી પહોંચ્યા છીએ. આ સંસ્થાએ પ્રેમથી અમને સ્વીકાર્યા છે. ત્યારે આપો સાથ સહકાર... ઓ જીવ દયાના જાગીરદારો, તમારા સુખમાં અમારો પણ થોડો ભાગ રાખો... તમારા હોઠે ભલે જ્યુસનો ગ્લાસ મંડાય પણ અમને સમયસર ઘાસ મળે તેવું કરો... તમારે ત્યાં ભલે એ.સી. ગોઠવાય પણ અમને છાંયડા રૂપી છાપરું મળી જાય એટલું તો ગોઠવો?

અમારી અંતિમ ઇચ્છાઃ જરુરિયાત વાળા ને તો સહુ સગાવહાલા આપશે, નહીં આપે તો માંગીને લેશે, પણ અમો ગા પ્રાણી.... અમારુ કોણ ? માટે આપ અમારી આંતરડી ઠારો. પ્રભુ તમારી આંતરડી ઠારશે.

પાર્ષદ શ્રી સુકદેવભગત તથા વિપુલ ભગતના જય સ્વામિનારાયણ ... જય શ્રી કૃષ્ણ

ગૌમાતાની કરુણ પુકાર
રેઢી રખળતી હજારો ગાવડી કંઇક ખટારામાં ખડકાય છે. ખટારામાં ખડકાઇને મુંબઇ પહોંચતી થાય છે. મુંબઇ પહોંચી પછી કતલ ખાને જાય છે. કતલખાને જાય ત્યારે એને હવા ભરી ફુલાવાય છે. હવા ભરી ફુલાયા પછી ઉકળતું પાણી રેડાય એટલે એની ખોળ ઉતરી જાય છે. એની ખોળ ઉતરી ગયા પછી રુધિર અસ્થી માંસ જુદા થાય છે. ત્યારે રડતી એનું છેલ્લુ ગીત ગાય છે.
-સ્વર્ગ માંથી ઉતરી હું નંદ ઘેર રહેતી હતી ગોકુળની ગાવલડી ખીલેથી છોડી, મને ભલેને છોડી મને રજળતી મેકવી નો'તી
-રજળતી મેલી ભલે મેલી મને મુંબઇ મેલવી નો'તી
-મુંબઇ મને મેલી ભલે મેલી,મને કરવતે કાપવી નો'તી
-કરવતે કપાવી મને ભલે કાપી, મને સુંડલે ભરાવી નો'તી
-સુંડલે ભરે મને ભલે ભરે મને ચુલે ચડાવી નો'તી
-ચુલે ચઢાવી મને ભલે ચઢાવી મને ખાવામા લેવી નો'તી
-ખાવામા લીધી મને ભલે લીધી મને માઁ કહેવી નો'તી

ઉતમગીર ગૌવંશની ઓળખાણ
વિશ્ર્વમાં સૌથી જો કોઇ ઉત્તમ ગાય હોય તો ગીર ગાય છે. તેમ છતાં આપણાં ગૌવંશ વૈજ્ઞાનિકોએ પરદેશની જર્શી ગાય તથા હોલેન્ડની બ્રીડ જાતીની ગાયને મહત્વ આપ્યું છે. અને ભારતમાં તેઓને લાવી અન્ય ગાયો સાથે મિશ્રણ કરવાથી ગાયોનું ઉત્તમતાનું સ્તર નીચે જવા પમાડ્યું છે. ગીર ગાયની શુધ્ધતા આપણે જાળવી શક્યા નથી. આઝાદી વેળાએ મહારાજા કુષ્ણકુમાર સિંહજી પાસે દેશની સર્વશ્રેષ્ઠ ૫૦૦ ગીર ગાયો અને ધણખુંટ હતાં. બ્રાઝિલથી શાડ નામના પશુ પાલકે ભારતમાં આવી ભાવનગરના મહારાજા પાસે થી એક ગીર ગાયના રુ. ૨૦૦૦ થી ૫૦૦૦ આપી ગાયો ખરીદી હતી. તેમજ મહારાજની સર્વશ્રેષ્ઠ કૃષ્ણા ગાયનો યુવાન વાછરડો ખરીદવા મહારાજને કોરો ચેક આપ્યો હતો. મહારાજે એ ચેકમાં રુ ૧૦,૦૦૦ લખ્યા ત્યારે શાડે કહ્યું મહારાજ આપના ખુંટ કિંમત રુ. ૫૦,૦૦૦ થી પણ વધુ છે. આજે બ્રાઝિલમાંઅ ૨૫ લાખથી વધારે ગીર ગાયો છે. તથા આ બ્રાઝિલ દેશ અન્ય દેશોમાં પણ ગાયોની નિકાસ કરે છે. તેથી તે દેશોમાં આજે ૩૦ થી ૫૦ લાખ જેટલી ગીર ગાયો છે. જે વાર્ષિક ૨૫૦૦ થી ૮૦૦૦ લીટર દૂધ આપે છે. ગીર ગાય બ્રાઝિલની કામધેનુ સિધ્ધ થઇ છે. મહારાજ કૃષ્ણકુમાર સિંહનો કૃષ્ણા નામે જે ધણખુંટ હતો તેણે બ્રાઝિલમાં ક્રાંતિ લાવી હતી. એ ખુંટના અવસાન પછી તેની બોડી મ્યુઝીયમમાં સાચવીને રાખવામાં આવી છે. આજે બ્રાઝિલમાં કૄષ્ણકુમાર સિંહના નામની ગૌશાળાઓ અને સ્ટેચ્યુઓ તથા તેઓની ચળણી નોટો તથા સિક્કાઓ ઉપર ગીર ગાયનું ઉત્તમ સ્થાન છે. ગીર ગાય અને તેનું શ્રેષ્ઠ સંવર્ધન કરનાર મહારાજ કૃષ્ણકુમાર સિંહજી ઋષિકાર્ય આપણે ઓળખી શક્યા નથી. આપણે તો પરદેશી જર્શી ગાયો તથા હોલેન્ડની બ્રીડ ગાયો ભારતમાં આણી અનેક ગૌવંશ સાથે તેનું સંવર્ધન કરી ગૌવંશને હાડપીંજર તુલ્ય બનાવેલ છે. એ આપણી તથા આપણા દેશની દુર્બળતા છે.
શ્રી પંચદેવ સ્વામિનારાયણ મંદીર
મુ. ઘલુડી, વાયા- સાયણ, તા. કામરેજ, જી. સુરત.
ફોન ન - ૦૨૬૨૧ ૨૪૨૮૨૬
આટલુ કરો...


ઇમેલ દર્શન

ઇમેલ એડ્રેસ