કથા વેચાતી નથી
દરેક માનવ જગરૂપી માયા નગરીમાં કર્માનુઋણ સબંધે જન્મ ધારણ કરે છે. અને પોતાના કર્મો પ્રમાણે સુખ દુઃખ ભોગવે છે. આ માયા નગરીની માયા જાળમાં માનવ વિષયાસક્ત બની ભૌતિક સુખ ભોગવે છે. સ્વધર્મ ભૂલે છે, અને કેવળ પાપાચરણ જ કરે છે. અને એટલેજ તો દરેક માનવ સંસારના આ ત્રિવિઘ તપોમા એટલે કે આધિ, વ્યાધિ ને ઉપાધી માં તપતો રહે છે, તથા જન્મ મરણના ચક્રમાં કર્માનુસારે જન્મો ધારણ કરે છે. તો ક્યાં જન્મે ? અને કેવી રીતે એનો છુટકારો થશે ?

તો સમજુ, જીજ્ઞાસુ દૈવી ભક્તજેનો આ વાતને જાણીલો કે આપણે કેટલા ઋણમા છીએ ? એક તો માતૃઋણ, પિતૃઋણ, દેવઋણ, ઋષિઋણ તથા સમાજના, ઇત્યાદિક અનેક ઋણ માં છીએ. આ બધા ઋણમાંથી મુક્ત થવા શાસ્ત્રામાં અનેક સતકર્મો બનાવ્યા છે. જેમાંથી મુક્ત થવાય પરંતુ પિતૃ ઋણ એવું છે કે જેમાંથી મુક્ત થાવાય ક્યારે ? તો જ્યારે શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણ જેવું સતકર્મ થાય ત્યારે. તો પિતૃ મોક્ષાર્થે થતા આવા સતકર્મમાં જોડાવવું હોય તો ગામ ઘલુડીમાં આવીને પરમાર્થ નો ભેખે લઇને ભગવાન સ્વામિનારાયાણના સિધ્ધાંતનું અખંડ ધ્યાન કરતા સદગુરુ સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજી (હનુમાન વાળા) ને આવીને મળવું જેઓનું મુખ્ય સાર સુત્ર છે સતકર્મ એજ સાચી પૂજા છે, સતકર્મનું ફળ સુખ અને દુષ્કર્મનું ફળ દુઃખ સ્વામીજી એ આ અદભૂત પ્રકાર્નું અભીયાન ચલાવ્યું છે. જેમા દરેક નારાયણ સ્વરૂપ પિતૃઓને અવશ્ય તૃપ્તી અને સ‌દ્‍ગતી મળશે. કારણકે નિસ્વાર્થતાથી કરેલુ કાર્ય હંમેશા સાચું અને સફળતા આપે છે એવો સ્વામીજીનો સ્વાનુભાવ મત છે. અને એમા પણ જો સર્વ પિતૃ મોક્ષાર્થે મહાન ગ્રંથરાજ શ્રીમદ્‍ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણ જેવું સતકર્મ શ્રીવિષ્નુયાગ તથા સંહિતા પાઠ સહિત થાય તો પિતૃઆત્માઓને શાંતી અને સદગતી મળે જ પરંતુ અગત્યની વાત ઉપર જણાવ્યા અનુસાર નિસ્વાર્થતા એ જ મહત્વની છે. જે પ્રત્યક્ષ દર્શનિય અને અનુભવનિય છે. સદગુરુ સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજી (હનુમાન જી વાળા) ના શિષ્ય કથાનાં વક્તા નવયુવાન કથાકાર "ગૌસેવક સ્વામીશ્રી અક્ષયપ્રસાદ દાસજી" તેમણે પણ પોતાના ગુરુજીની જેમ પરોપકારી પ્રણ લેતા બિડું જડપ્યુ છે કે કથાનો તેમણે એક પણ પૈસો મુખમાં પડે તો ગાય માતાની (હત્યા) માંસ ખાધા બરાબર પાપ લાગે. કથાની જનોને પોથી ઉપર એક પણ રુપીયો જો મુકશો તો શ્રોતા જનોને ભાગવત નારાયણના સોગંધ છે. આ પ્રમાણેનો ઘોષતો તે જે સંતો કરી શકે છે કે લાવી ભક્તોને જણાવવું છે કે કથા વેચાતી નથી વહેચાય છે.

આ પ્રમાણેની પ્રથમ જન જાગૃતીનો પહેલો પરચમ (ધજા) ગોઠાણ ગામમાં જેઠ સુદ પ ને ગુરુવારે તા. ૨૮-૦૫-૨૦૦૯ ના રોજ ભાગવતજીની પરમ કલ્યાણ કારી કથામૃત દ્રારા લહેરાવી છે. જેમા કથા દરમ્યાન થતા તમામ ખર્ચ ને બાદ કરતા બાકી રહેતી દાન રાશી કેવળ ગોઠાણ ગામના વિકાસ કામો માં જ વાપરવામાં આવશે. આ દાન રાશી નો તમામ વહિવટ વસ્તુ, પૈસા કે પ્રદાર્થનો વહિવટ પણ ગોઠાણ ગામના સ્વયંસેવક ભાઇઓજ કરશે ગુરુજી કે વક્તાશ્રીને કોઇ પણ જાતની ભેટ કે દક્ષિણા ધરવી નહીં તેઓને સિંધ્ધાંતનો ભંગ કોઇએ કરવો નહિ.

આ પ્રમાણે જન જાગૃતીનો પરચમ જો તમારે પણ લહેરાવવો હોય, પિતૃઓની સદગતી કરાવવી હોય તો સંપર્ક કરો અથવા સ્થળ ઉપર રુબરુ આવી મુલાકાત લઇ શકો છો.
0000000000000000000000000
શ્રી પંચદેવ સ્વામિનારાયણ મંદીર
મુ. ઘલુડી, વાયા- સાયણ, તા. કામરેજ, જી. સુરત.
ફોન ન - ૦૨૬૨૧ ૨૪૨૮૨૬
આટલુ કરો...


ઇમેલ દર્શન

ઇમેલ એડ્રેસ