શ્રી ગણેશ દાદાની આરતી
ૐ જય ગણપતિ પ્યારા, પ્રભુ જય   ગણપતિ પ્યારા,
વિધ્ન વિનાયક મૂર્તિ, (૨) સુખ દાયક સારા..  જય૦ ૧

જય     જય     શંભુકુમાર       શોક    સદા   હરતા (૨)
દેવ વિશેષ વિચરણ, (૨)    રક્ષણના કર્તા...   જય૦ ૨

ગૌરી    પુત્ર       ગણેશ,       વન્દુ      કર     જોડી (૨)
સ્મરણ કરે છે તેના (૨) દુઃખ નાંખો તોડી...     જય૦ ૩

લચપચતા      લાડુનુ,      ભોજન     બહુ    ભાવે (૨)
આપ બિરજો છો ત્યાં, (૨) સંકટ નવ આવે...  જય૦ ૪

સિદ્ધિ       બુદ્ધિ     બેઉ,     શુભ     પત્ની         સંગે (૨)
શુભ કામે વિચરો છો, (૨) અતિશય ઉછરંગે...જય૦ ૫

સુનીવર       મુનીવર     સર્વે    સેવે  છે     તમને (૨)
મંગલકારી મૂર્તિ,   (૨)  આપો  સુખ અમને... જય૦ ૬

જય     સંકટ    હર  સુખકર,  અરજી   ઉર  ધરજો (૨)
વિષ્વવિહારી કેરો,   (૨)   અભ્યુદય કરજો... જય૦ ૭


શ્રી પંચદેવ સ્વામિનારાયણ મંદીર
મુ. ઘલુડી, વાયા- સાયણ, તા. કામરેજ, જી. સુરત.
ફોન ન - ૦૨૬૨૧ ૨૪૨૮૨૬
આટલુ કરો...


ઇમેલ દર્શન

ઇમેલ એડ્રેસ