દૈનિક પ્રાથના
શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજીની દૈનિક પ્રાથના

             હે અનંતકોટી બ્રમ્હાંડના અધિપતિ પૂર્ણ પુરુષોતમ સર્વાવતારિ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ દિનદયાળુ દિનાનાથ, જગતનિયંતામ, જગતઆધાર્મ વિશ્ર્વંભર નારાયણ પ્રભુ, જીવપ્રાણી માત્રના પોષણહાર, અન્નદાતા, જળદાતા હે દયાળુ પ્રભુ જાણે અજાણે તમારો તથા    તમારા સંતોનો ગરીબ, ગાય , બ્રામ્હાણનો દ્રોહ થાય તો ક્ષમા કરજો.
              હે પ્રભુ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ માયા, ઇર્ષા, તૃષ્ણા આદિ અનંત શત્રુઅઓ થકી મારી રક્ષા કરજો.
             હે અનાદેમૂળ અક્ષરમૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી અષ્ટાંગયોગને સિધ્ધ કરનાર, સતશાસ્ત્રના અધિષ્ઠાતા દેવ, પાંચસો પરમહંસના અગ્રગણ્ય અમારા દાદાદુરુ હે સ્વામી આ અધમ, માની, પાપી, કામી, ક્રોધી, લોભી, મોહી સ્પૃહીના ઉપર દયા કરીને ધર્મ-જ્ઞાન વૈરાગ્ય સહીત પરમાત્માના ચરણારવિંદમાં દ્રઢ ભક્તિ નિષ્ઠા કરાવજો.
            હે પ્રભુ અમે તો તમારા અબજો અપરાધો કરતા હશું તે અપરાધોને ક્ષમા કરવાની શક્તિ તમારામાં છે તો હે પ્રભુ અમોને ક્ષમા કરવા નમ્ર વિનંતિ અને પ્રાર્થના કરું છું.
           હે દયાળુ પ્રભુ અમે તમારા અબજો ઉપકારોને કેમ ભૂલી શકીયે ન જ ભુલી શકીયે. હે પ્રભુ અત્યારે હું આપની પૂજામાં આરતીમાં નિત્યનિયમમાં પલાઠીવાળીને બેઠો છું, ઉભો છું તે આવતી કાલે સવારે તથા સાંજે ન બેસુ ન ઉભો રહું ત્યાં સુધીની મારી તમામ જવાબદારી તામારા શિર ઉપર છે.

હે દયાળુ પ્રભુ ભગવાન સૌનું કલ્યાણ કરો.
॥ જય શ્રી સ્વામીનારાયાણ ॥
શ્રી પંચદેવ સ્વામિનારાયણ મંદીર
મુ. ઘલુડી, વાયા- સાયણ, તા. કામરેજ, જી. સુરત.
ફોન ન - ૦૨૬૨૧ ૨૪૨૮૨૬
આટલુ કરો...


ઇમેલ દર્શન

ઇમેલ એડ્રેસ